ક્રાઈમ
ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો
શીકરા ગામના ભીલવાસમાં ખુલ્લા વાડામાં ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર ભચાઉ પોલીસની સફળ રેડ, ૨૨,૫૦૦નો મુદ્દામાલ કબજે
ભચાઉ : પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના શીકરા ગામના ભીલવાસમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર ભચાઉ પોલીસે દરોડો પાડી ૯૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો, જેની કિંમત ૨૨,૫૦૦ થાય છે, તે કબજે કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે શીકરા ગામના દિનેશ કાનજી સંઘાર પોતાના કબજાના ખુલ્લા વાડામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી ભઠ્ઠી ઝડપી પાડી પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ
પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આરોપી દિનેશ કાનજી સંઘાર (રહે. શીકરા, તા. ભચાઉ) પકડવાનો બાકી હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ