મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો  મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના  મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે? વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી  પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા કચ્છમાં જીએમડીસી નીતિ-નિયમોમાં સુધારા કરી સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રાહત આપે  ઝારખંડમાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા કચ્છી યુવાન દર્શન ચાંદ્રાને સારવાર માટે સુરત ખસેડાયો  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રણ બાળકોનો કાયદો રદ્દ કરો  તહેવારોમાં રેલવેની આવકે વટાવ્યો રૂા.૧૦૮ કરોડનો આંકડો કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ૨૧મીએ યોજાશે ખાસ લોક અદાલત આડેસર પીઆઇ બી.વી બોરીસાગર નો વધુ એક સપાટો :  ફુલપરાવાંઢની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ક્રાઈમ

આડેસર પીઆઇ બી.વી બોરીસાગર નો વધુ એક સપાટો :  ફુલપરાવાંઢની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

18 November


આડેસર પોલીસની નાઇટ રાઉન્ડ દરમિયાન કાર્યવાહી : બે ક્રેટા કાર સહિત રૂ. ૨૧.૦૩ લાખનો મુદ્દામાલ કબજે, બે શખ્સો ફરાર

રાપર : પૂર્વ કચ્છના ફુલપરાવાંઢ (સણવા) ગામની સીમમાં આડેસર પોલીસ દ્વારા નાઇટ રાઉન્ડ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોર્ડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગર અને ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ફુલપરા ગામ પાસે શંકાસ્પદ સફેદ ક્રેટા કાર મળી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂ ઉતારી ટાયર બદલતા કરમણભાઈ દેવાભાઈ કોલી (રહે. ફુલપરાવાંઢ, તા. રાપર) તથા એક અજાણ્યો શખ્સ નજરે પડતાં પોલીસને જોઈ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી જીજે-૧૨-ડીએ-૬૬૬૩ નંબરની સફેદ ક્રેટા અને જીજે-૦૪-ડીએન-૯૫૮૯ નંબરની કાળી ક્રેટા કારમાંથી વ્હાઇટ લેસ વોડકા, ઓલ સીઝન ગોલ્ડન કલેકશન વ્હિસ્કી, રોયલ ચેલેન્જર ફાઇન રિઝર્વ વ્હિસ્કી, ૮ ઁસ્ સ્પેશિયલ રેર વ્હિસ્કી અને કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરની કુલ ૨,૯૨૮ બોટલ/ટીન કિંમત રૂ. ૩,૦૩,૨૦૦ તથા બંને ક્રેટા કાર કિંમત રૂ. ૧૭ લાખ મળી કુલ રૂ. ૨૧,૦૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે કરમણભાઈ દેવાભાઈ કોલી, એક અજાણ્યો શખ્સ તથા તપાસમાં નીકળે તે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગર, આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ રાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.હે.કો. વિશાલભાઈ પુંજાભાઈ, 
પો.હે.કો. તેજાભાઈ નોથાભાઈ અને પો.કો. વિજયભાઈ વરજમભાઈ જોડાયા હતા.

 

ટિપ્પણીઓ