મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો  મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના  મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે? વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી  પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા કચ્છમાં જીએમડીસી નીતિ-નિયમોમાં સુધારા કરી સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રાહત આપે  ઝારખંડમાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા કચ્છી યુવાન દર્શન ચાંદ્રાને સારવાર માટે સુરત ખસેડાયો  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રણ બાળકોનો કાયદો રદ્દ કરો  તહેવારોમાં રેલવેની આવકે વટાવ્યો રૂા.૧૦૮ કરોડનો આંકડો કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ૨૧મીએ યોજાશે ખાસ લોક અદાલત આડેસર પીઆઇ બી.વી બોરીસાગર નો વધુ એક સપાટો :  ફુલપરાવાંઢની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ૨૧મીએ યોજાશે ખાસ લોક અદાલત

18 November


ભુજ - કચ્છ ઉદય : ચેક બાઉન્સના કેસોના ઝડપી નિકાલ સાથે અદાલતોમાં પડતર વિવાદો ઘટાડવાના હેતુથી આગામી ૨૧ નવેમ્બર, શનિવારના રોજ સમગ્ર કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ લોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળના ચેક બાઉન્સના કેસોનો સમાવેશ કરવામાં આવશે. લોક અદાલતમાં બંને પક્ષકારો વચ્ચે પરસ્પર સમજૂતી કરાવી વિવાદોનો ઝડપી અને સરળતાથી ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવશે. ચેક બાઉન્સના કેસમાં સમાધાન કરવા ઇચ્છતા પક્ષકારો પોતાના કેસ લોક અદાલતમાં મુકવા માટે સંબંધિત અદાલતનો સંપર્ક કરી શકશે. આ પ્રક્રિયાથી પક્ષકારોને લાંબી ન્યાયિક કાર્યવાહી, સમય અને ખર્ચમાંથી રાહત મેળવવાની તક મળશે.
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, કચ્છ-ભુજના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દિલીપ પી. મહિડા તથા સચિવ અમિત એમ. પાટડિયાએ પક્ષકારોને આ તકનો લાભ લેવા અનુરોધ કર્યો છે. વધુ માહિતી માટે ભુજ  જિલ્લા ન્યાયાલય સ્થિત કાનૂની સેવા સત્તામંડળનો ફોન નંબર ૦૨૮૩૨ - ૨૫૪૯૩૦ પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા, દયાપર, નલિયા, માંડવી અને મુન્દ્રા ખાતેની તાલુકા કાનૂની સેવા સમિતિઓ પાસેથી પણ વિગતો મેળવી શકાશે. 
----------

ટિપ્પણીઓ