મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો  મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના  મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે? વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી  પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા કચ્છમાં જીએમડીસી નીતિ-નિયમોમાં સુધારા કરી સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રાહત આપે  ઝારખંડમાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા કચ્છી યુવાન દર્શન ચાંદ્રાને સારવાર માટે સુરત ખસેડાયો  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રણ બાળકોનો કાયદો રદ્દ કરો  તહેવારોમાં રેલવેની આવકે વટાવ્યો રૂા.૧૦૮ કરોડનો આંકડો કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ૨૧મીએ યોજાશે ખાસ લોક અદાલત આડેસર પીઆઇ બી.વી બોરીસાગર નો વધુ એક સપાટો :  ફુલપરાવાંઢની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ક્રાઈમ

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

18 November


ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના બળદીયા ગામની સીમમાં સગીર વયની દીકરીને બદકામના ઇરાદે અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં માનકૂવા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીની સગીર દીકરી ગત તા. ૧૬/૧૧ ના રોજ પોતાના ઘરેથી નીકળી ગઈ હતી અને પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારબાદ ફરિયાદી રૂબરૂ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ કામના આરોપી અરવિંદ ખમુ કોલી (રહે. કેરા, તા. ભુજ) દ્વારા સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી બદકામના ઇરાદે અપહરણ કરી પોતાની સાથે અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવી હતી. જ્યાં આરોપીએ સગીરા સાથે બળજબરીથી અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને જો આ બાબતે કોઈને જાણ કરશે તો ભોગબનનાર તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે માનકૂવા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૩૭(૨), ૮૭, ૬૪(૨)(એમ), ૩૫૫(૩) તથા પોક્સો એક્ટ કલમ ૪(૧), ૫(એલ), ૬ મુજબ ગુનો નોંઘી આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે આગળની વધુ તપાસ માનકૂવા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ. હેરમા દ્વારા ચલાવવામાં આવી રહી છે.

ટિપ્પણીઓ