સ્વચ્છતા હી સેવા અંતર્ગત હમીરસર તળાવ પાસેના વોક-વે ખાતે સફાઈ અભિયાન કરાયું
ભુજ - કચ્છઉદય : “સ્વચ્છતા હી સેવા - ૨૦૨૬” મહાસફાઈ અભિયાન અંતર્ગત ભુજ નગરપાલિકા દ્વારા હમીરસર તળાવ પાસેના વોક-વે ખાતે સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, ચીફ ઓફિસર ટિ્વંકલબેન પટેલ તથા કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીની ઉપસ્થિતિ અને સહયોગ સાથે સન્માન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, નગરપાલિકા કર્મચારીઓ તેમજ નગરજનો જોડાયા હતા. અભિયાન દરમિયાન શ્રમદાન કરી વોક-વે તથા આસપાસના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી અને પાર્કના પ્રવેશ વિસ્તારને સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યો હતો. સાથે સાથે વોકવેના સુશોભન માટે વોલ પેઇન્ટિંગ તથા ડિઝાઇનિંગનું કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
-----------

Comments