મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો  મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના  મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે? વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી  પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા કચ્છમાં જીએમડીસી નીતિ-નિયમોમાં સુધારા કરી સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રાહત આપે  ઝારખંડમાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા કચ્છી યુવાન દર્શન ચાંદ્રાને સારવાર માટે સુરત ખસેડાયો  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રણ બાળકોનો કાયદો રદ્દ કરો  તહેવારોમાં રેલવેની આવકે વટાવ્યો રૂા.૧૦૮ કરોડનો આંકડો કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ૨૧મીએ યોજાશે ખાસ લોક અદાલત આડેસર પીઆઇ બી.વી બોરીસાગર નો વધુ એક સપાટો :  ફુલપરાવાંઢની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
રમત જગત

ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે કચ્છના ખેલાડીઓનું રજિસ્ટ્રેશન શરૂં

31 August


ભુજ - કચ્છઉદય : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ૨૯ ઓગષ્ટ એટલે કે રાષ્ટ્રીય રમત દિવસથી ગુજરાતના ફ્લેગશિપ રમતોત્સવ ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાળા - ગ્રામ્ય કક્ષાએથી રમતગમતની પ્રતિભાને ઓળખવા માટે યોજાનાર આ આયોજનમાં વધુમાં વધુ ખેલાડીઓને જોડાવા અપીલ કરવામાં આવે છે. 
ખેલ મહાકુંભ અંતર્ગત શાળા-ગ્રામ્યકક્ષા, તાલુકા - ઝોનકક્ષા, જિલ્લા - મહાનગરપાલિકા કક્ષા, ઝોનકક્ષા અને રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓઓ યોજાશે. ગાંધીધામ મહાનગરપાલિકામાં રહેતા અથવા અભ્યાસ કરતા ખેલાડીઓએ મહાનગરપાલિકાના વોર્ડ - ઝોન મુજબ જયારે કચ્છ જિલ્લાના (ગાંધીધામ સિવાયના) ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કે અભ્યાસ ખેલાડીઓએ તાલુકા - જિલ્લા મુજબ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 
શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭ ના વયજૂથના અભ્યાસ કરતા ખેલાડીઓએ ફરજીયાતપણે પોતાની શાળામાંથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જયારે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ પોતાની કોલેજમાં અને અભ્યાસ ન કરતા ખેલાડીઓએ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભુજ ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ૨૨ સપ્ટેમ્બર-૨૦૨૬ સુધી રંંજઃ// ારીઙ્મ દ્બટ્ઠરટ્ઠોદ્બહ્વર. ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં. ર્ખ્તદૃ.ૈહ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરી શકશે.  કચ્છ જિલ્લા તથા ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના વધુમાં વધુ ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવી આ રમતોત્સવમાં ભાગ લે અને પોતાની પ્રતિભા દર્શાવે તેવી અપીલ કરાઈ છે.
-------------

ટિપ્પણીઓ