મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ભચાઉમાં દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, ૯૦૦ લીટર આથો ઝડપાયો વોંધ ગામે ઘરમાંથી વ્યક્તિનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો  મીઠી રોહર પાસે આઈસર શો-રૂમમાં ટ્રેલરના ઘોડામાં શોર્ટ સર્કિટથી આગ મહાદેવ સટ્ટાકાંડનો રેલો કચ્છ સુધી પહોંચ્યોઃ શું કચ્છના  મોટા બુકીઓ તપાસ એજન્સીઓના સકંજામાં આવશે? વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરાના ગેરકાયદેસર રિસોર્ટ્‌સમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી  પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા કચ્છમાં જીએમડીસી નીતિ-નિયમોમાં સુધારા કરી સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રાહત આપે  ઝારખંડમાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા કચ્છી યુવાન દર્શન ચાંદ્રાને સારવાર માટે સુરત ખસેડાયો  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રણ બાળકોનો કાયદો રદ્દ કરો  તહેવારોમાં રેલવેની આવકે વટાવ્યો રૂા.૧૦૮ કરોડનો આંકડો કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ૨૧મીએ યોજાશે ખાસ લોક અદાલત આડેસર પીઆઇ બી.વી બોરીસાગર નો વધુ એક સપાટો :  ફુલપરાવાંઢની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છમાં વધુ ચાર દરોડામાં જુગાર રમતા ૧૮ ખેલી પકડાયા

14 August
ભુજ - કચ્છઉદય : જિલ્લામાં શ્રાવણી મહિનાની શરૂઆત સાથે જ જુગારીઓ સક્રિય થયા છે, ત્યારે પશ્ચિમ કચ્છમાં ચાર સ્થળોએ પોલીસે કરેલી કાર્યવાહીમાં ૧૮ જુગારી પકડાયા હતા, જયારે છ ભાગી ગયા હતા. આ બાબતે માનકુવા પોલીસમાંથી મળતી વિગતો મુજબ દિનેશ ડાયા મહેશ્વરી, ચેતન  દેવરામ મહેશ્વરી, ઈશાક ઈબ્રાહીમ જુણેજા, કરણસિંહ દેવુભા ચુડાસમા દહીંસરા ગામની સીમમાં આવેલા વોકળા પાસે જુગાર રમતા હતા, ત્યારે પકડાયા હતા. જયારે ભીમજી ચાંપશી મહેશ્વરી, મોહન વેલજી ઉર્ફે ખટ્ટો મહેશ્વરી, પુનમ લધા મહેશ્વરી, મનીષ વીરજી મહેશ્વરી ભાગી ગયા હતા. રોકડા રૂા. ર૧૬૦૦ તેમજ ર૧ હજારના પાંચ મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. જયારે માંડવીના બાડા ગામે આવેલા ન્યુ કોલીવાસમાં જુગાર રમતા પાંચ ખેલી પકડાયા હતા. જેમાં સિકંદર ઓસમાણ ખલીફા, મનજી ઓસમાણ કોલી, વેરશી જખુ કોલી, નીતિન મીઠુ કોલી, દિલીપ મનજી કોલી, જીગ્નેશ વેલજી માતંગ પકડાયા હતા. રોકડા રૂા. ૧ર૧ર૦ કબજે કરવામાં આવ્યા હતા. દરમ્યાન માંડવી તાલુકાના નાગલપર ગામે આવેલા ચોકમાં જુગાર રમતા તેજપાલ વીરમ મહેશ્વરી, સુમરા આદમ ઈબ્રાહીમ, મૈમુદ હાસમ સુમરા, મહેશ શીવજી મહેશ્વરી, વિનોદ ખીમજી મહેશ્વરી પકડાયા હતા. રોકડા રૂા. ૧૧પ૭૦ કબજે કરવામાં આવ્યા હતા. દરમ્યાન બિદડા ગામે જુગાર રમતા ગોવિંદ વાલજી, રાહુલ કાંતિ, હીંમત વેલજીભાઈ, રાહુલ મોહન, રાજેશ પપ્પુને પકડી રોકડા રૂા. ૧રપ૭૦ કબજે કરી કોડાય પોલીસે ગુનો દાખલ 
કર્યો હતો. 
 

ટિપ્પણીઓ